કઠલાલના સિતાપુર પાટીયા પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

ન રેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ
ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કઠલાલ નજીક સીતા૫ર પાટીયા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે કારચાલકને ઝડપી પાડીને તેના વિરૂદ્ધ પ્રોહિબિશન ધારાની જુદી- જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા એલસીબી પોલીસે સઘન પેટ્રોલીંગ દરમ્યાન સીતાપર પાટીયા પાસેથી એક ગ્રે કલરની એસક્રોસ કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી એક ભારતીય બનાવટનો
વિદેશી દારૂ મળી આવતા પોલીસે કારમાં બેઠેલા દિપનાથ શ્યામનાથ ચૌહાણ (રહે. ગુપડી, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. કારમાંથી પોલીસને અલગ અલગ માર્કાની દારૂના
ક્વાર્ટરીયાની ૬ પેટી કિંમત રૂા. ૨૪,૪૮૦, બિયર બોક્ષ ૩૧ કિંમત રૂા. ૮૯, ૨૮૦, ગ્રે કલરની મારૂતી એસક્રોસ ગાડી કિંમત રૂા. ૪,૫૦,૦૦૦, એક મોબાઈલ અને રોકડા રૂા. ૧૦૦૦ મળી કુલ રૂા. ૫,૬૯,૭૬૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: