દાહોદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક તાલુકાઓમાં તેમજ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવતું હતુ. આ સંકલ્પ યાત્રાનું આજે સમાપન દાહોદ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બસ સ્ટેશન ખાતેથી સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવી ભાજપ કાર્યાલય પર પહોંચ્યું હતુ.
દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજી ગાંધી સંકલ્પ યાત્રાનું આજરોજ તારીખ ૧૪.૧૧.૨૦૧૯ને ગુરૂવારના રોજ દાહોદ મુકામે સમાપન થયું હતુ. આ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ જેમાં સવારે ૦૮.૦૦ કલાકે ત્રિવેણી સંકુલ, અનાજ મહાજન ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી ત્યાર બાદ સવારે ૦૯.૦૦ કલાકે ગાંધી સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન બસ સ્ટેશન રોડ થઈ આઈ.ટી.આઈ., સરકારી પોલિટેકનીક રોડ થઈ સાંઈ પેટ્રોલ પંપ(છાપરી)ની પાછળ આવેલ ભાજપ કાર્યાલાયની જગ્યાએ આ સંકલ્પ યાત્રા પુણ થઈ હતી. સવારે ૧૧.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીના નવીન જીલ્લા કાર્યાલયનું ભુમી પુજન તથા કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સંકલ્પ યાત્રામાં ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જાડાયા હતા.