સુશાસન દિવસ’ની ઉજવણીમાં દાહોદ જિલ્લાના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા

સુશાસન દિવસ ઉજવણી – દાહોદ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યકક્ષાના ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરાઇ
સુશાસન દિવસ’ની ઉજવણીમાં દાહોદ જિલ્લાના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા

દાહોદ, તા.૨૫ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.૨૫ ડિસેમ્બરના રોજ ‘ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે ‘સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કર્યા બાદ તા.૨૫ ડિસેમ્બરના રોજ ‘સુશાસન દિવસ’ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતરત્ન શ્રી અટલજીની જન્મજયંતિ હોવાથી તેમના મહાન કાર્યોની જ્યોતિ આજે પણ જ્વલિત રહે તે હેતુથી ‘સુશાસન દિવસ’ મનાવવામાં આવે છે.

જે અંતર્ગત, ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય સુશાસન દિવસની ઉજવણીમાં દરેક જિલ્લામાંથી ક્લેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘ગરવી 2.0 પોર્ટલ’, ફિશ ક્રાફટ પોર્ટલ, મત્સ્યોદ્યોગ પોર્ટલ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ તેમજ અન્ય સેવાઓના નવનિર્મિત આધુનિક વેબસાઇટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, એએસપી શ્રી જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ- કર્મયોગીઓ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!