દાહોદમાં પ્રદેશ પ્રમુખ CR ની અધ્યક્ષતામાં વિજય ઉત્સવ અભિવાદન સમારોહ અને સુશાસન દિવસની ઉજવણી કરાઈ

નીલડોડિયાર

દાહોદમાં પ્રદેશ પ્રમુખ CR ની અધ્યક્ષતામાં વિજય ઉત્સવ અભિવાદન સમારોહ અને સુશાસન દિવસની ઉજવણી કરાઈ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દાહોદ જિલ્લાની 6 સીટો ની જીતના વિજય ઉત્સવ અભિવાદન સમારોહ અને સુશાસન દિવસમાં રહ્યા ઉપસ્થિત પુષ્પવર્ષા સાથે કરાયું ભવ્ય સ્વાગત કરાયું હતું.

દાહોદમાં આજે છ એ છ વિધાનસભા જીતવાની ખુશીમાં વિજય ઉત્સવમાં ના અભિવાદન સમારોહ , માં કી બાત તેમજ અટલ બિહારી બાજપાઈ ના જન્મ દિવસ ને સુશાસન દિવસની ઉજવણીમાં ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે દાહોદ જિલ્લાની છ સીટ ઉપર થી જીતેલા ધારાસભ્યો તેમજ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અનેકર્યક્રમ પેહલા મંકી બાતનો કાર્યક્રમ તમામ એ લાઈવ માન્યો હતો. પેહલા અટલ બિહારી બાજપાઈ ની તસવીર આગળ દીપ પ્રાગટ્ય કરી શ્રધ્ધાસુમન અર્પિત કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર એ કર્યું હતું અને ત્યાર પછી તમામ ધારાસભ્ય દ્વારા સી.આર.પાટિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દાહોદના સાંસદ જસવંતસિંહ એ જણાવ્યું હતું કે સી.આર પાટીલ હવે માત્ર ગુજરાતના નેતા નથી રહ્યા તેઓ દેશના નેતા થઈ ગયા છે ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ એ કહ્યું હતું કે દાહોદની 6 સીટ ની જીત ત્યારેજ નક્કી થઈ ગઈ હતી જ્યારે વડાપ્રધાન ની સભામાં 2લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારેજ 6 સીટોની જીત નક્કી થઈ ગઈ હતી અને ત્યાર બાદ c. r .patil દ્વારા બુથ કાર્યકર્તાઓ નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અને પાટીલ એ કહ્યું હતું કે આ જીત કાર્યકર્તાઓની જીત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: