અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મૃત્યુ
નરેશ ગાનવાણી બ્યૂરોચીફ નડિયાદ
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મૃત્યુ માતરના લીંબાસીમાં રહેતા આધેડ બાઇક લઇ ખેતરે જતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. માતરના લીંબાસીમાં રહેતા અજીતભાઇ પ્રભુદાસ મકવાણા ઉં.વ. 49 રવિવાર સવારે બાઇક લઇ ખેતરના કામે જવા નીકળ્યા હતા.દરમિયાન શેખુપુર તરફ જવાના રસ્તા પર પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અજીતભાઇના બાઇકને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ નાના ભાઈ દિનેશને થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.ત્યાંથી અજીતભાઈને સીટી સ્કેન માટે નડિયાદ આવ્યા હતા.જ્યા અજિતભાઈએ
હલનચલન બંધ કરી દેતા તેમને તાત્કાલિક લીંબાસી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબે અજીતભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે લીંબાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો વધુ તપાસ હાથ ધરી છે.