ખેડા જિલ્લાનાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યાં
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
ખેડા જિલ્લાનાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યાં
પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડા જિલ્લાના બાગાયત ખેડુતોની બાગાયત નિયામક જે.આર પટેલ તથા સંયુક્ત બાગાયત નિયામક, પી.એમ.વઘાસીયાએ મુલાકાત લીધી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીથી ડ્રેગનફુટની ખેતી કરતા પ્રગતીશીલ ખેડુત યોગેશભાઈ પટેલ, ગામ અરેરી, તા. મહેમદાવાદ, પ્રાકૃતિક પધ્ધતિથી કેળની ખેતી કરતાં સમીરભાઈ જનકભાઈ પટેલ, ગામ- અલીન્દ્રા, તા. નડીયાદ તેમજ પ્રાકૃતિક પધ્ધતિથી નેટહાઉસમાં શાકભાજી પાકોની ખેતી કરતાં હિમાંશુભાઈ શાહ, ગામ, કપડવંજ, તા. કપડવંજની મુલાકાત લીધી હતી. સાથોસાથ ડ્રોન પધ્ધતિથી બાગાયતી પાકોમાં ખાતર અને દવાનો છંટકાવ કરવાનો નિદર્શન કરીને ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં ખેડૂતોનો સારો પ્રતિભાવ જોવા મળ્યો હતો અને ખેડુતો દ્વારા જાણવા મળ્યું કે તેઓએ બીજા ખેડૂતો પાસેથી જે અગાઉ ડ્રોન પધ્ધતિથી દવાનો છંટકાવ કરે છે તેમાં પાકનો સારો વિકાસ અને ઉત્પાદન જોવા મળેલ છે. તેમજ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને નાણાનો વ્યય ઓછો થાય છે. તેમજ હાલ ખેતી માટે કામ કરવા માટે મજુરની અછત રહે છે જેથી મજુરોના અભાવને લીધે ખેતીમાં કામ કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. જો આ ડ્રોન પધ્ધતિનો બહોળો ઉપયોગ બાગાયતી ખેતીમાં થશે તો આ સમસ્યાનું શતપ્રતીશત નીરાકરણ કરી શકાય તેમજ બાગાયત નિયામક દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને ડ્રોન પધ્ધતિથી ખેતી કરવા માટે ખેડુતોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. તેમજ તેના લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા.