દાહોદ શહેરમાં આંગણવાડી મામલે ચાર જેટલા ઈસમોએ એકને માર માર્યાે

દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં જીવનદીપ સોસાયટી ખાતે ચાર જેટલા ઈસમોએ આંગણવાડી મામલે એક વ્યÂક્તને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
મહેશભાઈ હકલાભાઈ ભાભોર, હકલાભાઈ નારૂભાઈ ભાભોર, જવસીંગભાઈ નારૂભાઈ ભાભોર તથા દલસીંગભાઈ નારૂભાઈ ભાભોરનાઓએ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતા નિલેશભાઈ લેવનભાઈ બારીઆને બેફામ ગાળો બોલી, તે અમારી આંગણવાડી કેમ લઈ લીધી છે, તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો તથા છુટ્ટા પથ્થરો મારી નિલેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત નિલેશભાઈ લેવનભાઈ બારીઆએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: