જીલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા, દાહોદ દ્વારા ફાળવવામાં આવેલ “મીની ઈલેક્ટ્રોફોરેસીસ નું શ્રીફળ વધેરી શુભારંભ કરવામાં આવ્યું
રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ
તા ૨૭/૧૨/૨૦૨૨ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝાલોદ ખાતે જિલ્લા માંથી આવેલ ડો. પહાડીયા સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સિંગ સાહેબ તથા સી એચ સી અધિક્ષકશ્રી તાલુકા હેલ્થ સુપરવાઈઝર ,સિકલસેલ કાઉન્સિલરો,સીએચસી સ્ટાફ ગણ ની હાજરી માં જીલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા, દાહોદ દ્વારા ફાળવવામાં આવેલ “મીની ઈલેક્ટ્રોફોરેસીસ નું શ્રીફળ વધેરી શુભારંભ કરવામાં આવ્યું .હવેથી ઝાલોદ તાલુકા ની આમજનતાને તથા આજુબાજુના વિસ્તારોમાંથી આવતા નાગરિકો ને સિકલસેલ વાહક રોગનું નિદાન મફતમાં ઝાલોદ CHC માં કરવામાં આવશે અને આ પહેલા આ બિમારી ની તપાસ કરાવવા ગોધરા સુધી જવું પડતું હતું તે હવે ઝાલોદ સરકારી હોસ્પિટલમાં માં સેવાઓ ઉપલબ્ધ થયેલી છે