વિવિધ ધાડ લુટના તથા પ્રોહીબીશનના ગુન્હાઓનો નાસતો ફરતો વોન્ટેટ આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસન

સુખસર પો.સ્ટે. તથા દાહોદ રૂરલ પો.સ્ટે.ના વિવિધ ધાડ લુટના તથા પ્રોહીબીશનના ગુન્હાઓનો નાસતો ફરતો વોન્ટેટ આરોપીને ઝડપી પાડવામાં દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસને મળેલ સફળતા

.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ .પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ, .મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રી જગદીશ બાંગરવા દાહોદ વિભાગ દાહોદ નાઓએ જીલ્લાના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓને પક્ડી પડવા અંગે પરીણામલક્ષી કામગીરી કરવા સારુ દાહોદ ટાઉન એ ડિવીઝન પો.સ્ટે.ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે દાહોદ ટાઉન “એ” ડિવીઝન પો.સ્ટેના પો.ઇન્સ.શ્રી કે.એન.લાઠીયા તથા એ.એસ.આઇ. રૂપસીંગભાઇ બુધાભાઇ તથા કનુભાઇ મોહનભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે સુખસર પો.સ્ટે. ફસ્ટ ગુન્હા રજીસ્ટર નં.૨૯/૧૪ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ તથા દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુન્હા રજીસ્ટ્રર નં.૮૫૫/૨૦૨૧ તથા ૫૯૧/૨૦૨૨ ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સેતાનભાઇ જીથરાભાઇ જાતે નીનામા ઉ.વ.૩૫ રહે.સાતશેરો તા.મેધનગર જી.ઝાબુઆ મધ્યપ્રદેશ નાઓનાનો સુખસર પો.સ્ટે.ના ધાડના ગુન્હામાં છેલ્લા ૯ (નવ) વર્ષથી નાસતો ફરતો તથા દાહોદ રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ૧ (એક) વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદ ગડી ફોર્ટ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવેલ.

આરોપીનું નામ – સેતાનભાઇ જીથરાભાઇ જાતે.રહે ૩૫.વ.નીનામા ઉ.સાતશેરો તા ઝાબુઆ મધ્યપ્રદેશ,મેધનગર જી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :

(૧) શ્રી કે.એન.લાઠીયા પોલીસ ઇન્સપેક્ટર

(૨) રૂપસીંગભાઇ બુધાભાઇ એ.આઇ.એસ. બ.નં.૭૮૨

(૩) કનુભાઇ મોહનભાઇ અ.પો.કો. બ.નં.૧૨૭૨

(૪) અનિલભાઇ રાજુભાઇ આ.પો.કો.બ.નં.૩૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!