દેશ ભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિષય પર જીલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાયી ૨૬ જાન. ૨૦૨૦ નાં ભાગ રૂપે આયોજન
દાહોદ તા. ૧૪
ભારત સરકારનાં ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર-દાહોદ દ્વારા ૨૬ જાન્યુવારી ૨૦૨૦ નાં ભાગ રૂપે દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિષયે વકતૃત્વ સ્પર્ધા કૃષિ એજનીયર કોલેજ, મુવાલિયા ખાતે યોજાવવામાં આવ્યુ હતો. સ્પર્ધામાં જીલ્લા નાં જુદા-જુદા તાલુકાઓ થી યુવાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યું હતું. સ્પર્ધામા દાહોદ તાલુકાનાં અલ્ફીજાન શેખ પ્રથમ સ્થાને, બીજા સ્થાને તાલુકા લીમખેડાનાં સલોની શાહ તેમજ ત્રીજા સ્થાને તાલુકા ઝાલોદનાં મો. બિનયામીન આયા હતા. વિજેતાઓ રાજ્ય કક્ષાએ યોજવાની વકતૃત્વ સ્પર્ધા માટે ક્વાલીફાયી થયા છે. વિજેતાઓને પ્રથમ ૫૦૦૦/- બીજા-૨૦૦૦/- ત્રીજાને ૧૦૦૦/- ઇનામ રાશી સ્થળ ઉપર એનાયત કરવામાં આવી હતી.