દિવ્યાંગ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
દિવ્યાંગ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ
ગુજરાત રાજ્ય પેરા પાવર-લીફ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩માં ખેડા જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ એ મેડલ મેળવી ખેડા જિલ્લાનું તેમજ ગુજરત રાજ્યનું નામ રોશન કર્યુ છે.
૫મી ગુજરાત રાજ્ય પેરા પાવર-લીસ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩ જે અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં રાજ્ય કક્ષા એ ખેડા જિલ્લાના “ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ ઓફ ધી ખેડા ડીસ્ટ્રીક્ટ” નડિયાદના દિવ્યાંગ ખેલાડીઓએ બાજી મારી છે. ગુજરાત રાજ્ય પેરા પાવર-લીસ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩માં વર્ષાબેન જોષીએ ગોલ્ડ મેડલ તેમજ મહેશકુમાર રોહીતએ સીલ્વર મેડલ મેળવી સમગ્ર ખેડા જિલ્લાનું તથા ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ છે.