કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એક મોત

નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એક મોત નડિયાદ કપડવંજના બસ સ્ટેન્ડ પાસે આવેલી બેકાબુ ટ્રકે પાર્કીંગમા ઉભેલી બે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી એક રીક્ષામાં પેસેન્જરની રાહ જોઈ રીક્ષામા બેઠેલા રીક્ષા ચાલકને કચડી દેતાં આ વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત થયું છે. કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ શહેરના બસ સ્ટેન્ડ સામે ગતરાત્રે ડાકોર ચોકડી તરફથી આવતી ટ્રક ના ચાલકે પોતાનું વાહન પાર્કીંગમા ઉભી રહેલી બે રીક્ષાઓ ને અડફેટે લીધી હતી. જેના કારણે આ બન્ને રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં ઉપરોક્ત બે પૈકી ના ચાલક સલીમભાઈ ઈબ્રાહીમભાઈ શેખ પેસેન્જરની રાહ જોઈ રીક્ષામા બેઠેલા હતા. આ દરમિયાન આ ટ્રકે રીક્ષા ચાલકને કચડી દેતાં તેઓનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સલીમભાઈને ટ્રક ચાલકે ટ્રકના પાછળના ડાબી સાઈડના વ્હીલમાં કચડી દીધો હતો. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક વાહન મુકી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે મરણજનારના સગાભાઈ મુનીરભાઈની ફરીયાદના આધારે કપડવંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!