રાજ્ય શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ વિજેતા શિક્ષક સુરેશભાઈ બી. ધોરીયા
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ વિજેતા શિક્ષક સુરેશભાઈ બી. ધોરીયાની સદગુરુ આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટુ, નાગોર, રાજસ્થાન અને સદગુરુ કબીર કેશવ મંદિર સંત નાનકદાસ સનાતન ધર્મ ટ્રસ્ટ ભારત તથા સદગુરુ કબીર સમાધિ સ્થળ મગહર સંત કબીર નગર ઉત્તર પ્રદેશના સંયુક્ત ઉપક્રમે કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદગી કરવામાં આવ્યા છે. જે તારીખ 5 ફેબ્રુઆરી 2023 ના રોજ ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય હોલ, જનપથ રોડ, દિલ્હી ખાતે સન્માનવામાં આવશે.
જેમાં પર્યાવરણ સુરક્ષા, ઉત્કૃષ્ટ શિક્ષા સેવા, ગૌ સેવા, લેખકો, સંસ્કૃતિ, કલા, તબીબો, સમાજસેવકો, કલાકારો વગેરે ક્ષેત્રમાં આપેલ વિશિષ્ટ યોગદાન બદલ 100 જેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી ચુડાની શ્રી સી.ડી. કપાસી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા સુરેશભાઈ બી. ધોરીયાની રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે આપેલ ઉત્કૃષ્ટ શિક્ષા સેવા બદલ પસંદગી કરવામાં આવેલ છે. તેઓને કબીર કોહિનૂર એવોર્ડ – 2023 દિલ્હી ખાતે સન્માન કરવામાં આવશે.