દાહોદ શહેરમાં આવેલ અમદાવાદ ઇન્દોર હાઇવે પર સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તાલુકા પંચાયત ઝાલોદ ની ગાડી અકસ્માત નડ્યો ગાડી ચાલકનું મુત્યુ

રિપોર્ટર – નીલ ડોડીયાર

દાહોદ તા.૨૮દાહોદ શહેરમાં આવેલ અમદાવાદ હાઈવે રોડ પર આજરોજ રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માતમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત ઝાલોદ, ના ગાડીના ચાલકનું મોત નીપજતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત ઝાલોદ, જેઓની ફોરવીલર દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા પ્રકાશભાઈ પંચાસરાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું હતું. મોતની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના રાજકારણમાં ખડભલા સાથે ચર્ચા નથી જવા પામ્યો હતો. ગમખ્વાર માર્ગ અકસ્માતને પગલે હાઈવે એક તરફ રસ્તો બંધ કરી દેવાની પોલીસ તંત્રને ફરજ પડી હતી ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનોમાં સહિત તાલુકા પંચાયત, ઝાલોદમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: