ઝાલોદ તાલુકાના બંબેલા ગામે પતિએ પÂત્નને માથામાં કુહાડી ઝીંકતાં ઈજા
દાહોદ તા.૧૮
ઝાલોદ તાલુકાના બંબેલા ગામે પÂત્ન પÂત્ન વચ્ચે થયેલ ઝઘડામાં પતિએ કુહાડી પÂત્નના માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડ્યાનું જાણવા મળે છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાગડ તલાઈ ગામે રહેતા રસુલભાઈ છગનભાઈ ગરાસીયા અને તેની પÂત્ન મેમ્બાબેન ગત તા.૧૬.૧૧.૨૦૧૯ના રોજ ઝાલોદ તાલુકાના બંબેલા ગામે પોતાના સંબંધીને ત્યા આવ્યા હતા. આ દરમ્યાન રસુલભાઈ તથા મેમ્બાબેન વચ્ચે વાતો વાતોમાં બોલાચાલી થતાં એકદમ ઉશ્કેરાયલ રસુલભાઈએ મેમ્બાબેનને માથાના ભાગે કુહાડી મારી ચામડી ફાડી નાંખી લોહી લુહાણી કરી ઈજા પહોંચાડતા આ સંબંધે ઝાલોદ તાલુકાના બંબેલા ગામે માળ ફળિયામાં રહેતા ધીરાભાઈ દેવાભાઈ ખાંટે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.