ઝાલોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશ પાંચેંસરાનુ વાહન પલ્ટી ખાતાં અકસ્માતમાં મોત
રિપોટર – પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશ પાંચેંસરાનુ વાહન પલ્ટી ખાતાં અકસ્માતમાં મોત દાહોદ ઈન્દોર હાઇવે પર સર્જાયો અકસ્માત
તારીખ 28-12-2022 નાં રોજ અંદાજીત રાત્રીના 10 વાગ્યાના સુમારે દાહોદ ઈન્દોર હાઇવે પર રામપુરા નજીક સતી તોરલની સામે દાહોદ તરફ થો ગોધરા બાજુ જતાં સફેદ કલરની ઈનોવા ગાડી જેનો નંબર GJ05JR8000 છે તે ગાડી પર સવાર ઝાલોદ નગર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશ પાંચેસરાની ગાડી બે ચાર પલ્ટી ખાઈ જતાં તેમનું મોત થયેલ હતું
તારીખ 28-12-2022 નાં રોજ અંદાજીત રાત્રીના 10 વાગ્યાના સુમારે દાહોદ ઈન્દોર હાઇવે પર રામપુરા નજીક સતી તોરલની સામે દાહોદ તરફ થો ગોધરા બાજુ જતાં સફેદ કલરની ઈનોવા ગાડી જેનો નંબર GJ05JR8000 છે તે ગાડી પર સવાર ઝાલોદ નગર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશ પાંચેસરાની ગાડી બે ચાર પલ્ટી ખાઈ જતાં તેમનું મોત થયેલ હતું.
અકસ્માત થયાની સાથે જ એસપી જગદીશ બાંગરવા સહિત પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો. અને સમગ્ર ઘટનાની ઝીણવટ રીતે તપાસ આરંભી દીધી હતી.
ઝાલોદ નગરના કારઠ મુકામે રહેતા મૃતક પ્રકાશ પાંચેસરાના ગામમાં અકસ્માતના સમાચાર મળતાં આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમના સંબંધી મિત્ર વર્તુળના તમામ લોકો તેમના કારઠના મુકામે પહોંચ્યા હતા. મ્રુતક પ્રકાશ પાંજેસરા ભાજપના સક્રિય કાર્યકર્તા હોવાથી ભાજપના કાર્યકતાઁઓ મોટા પ્રમાણમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયેલ હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલ પ્રકાશ પાંચેસરાને છેલ્લી વિદાય આપવા આખું ગામ ઉમટી પડયું હતું. સહુ કોઈની આંખોમાં આશું જોવાતા હતા. સહુ કોઈ આ ઘટનાને માનવા તૈયાર ન હતા પરંતુ કુદરતના કઠોર નિર્ણયને સહુ કોઈને સ્વીકારવા સિવાય રસ્તો ન હતો





