દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામે સામસામે મોટરસાઈકલ ભટકાતા એકને ગંભીર ઈજા
દાહોદ તા.૧૯
દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવી એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતા મોટરસાઈકલ ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના રૂવાબારી ગામે રહેતા મહેશભાઈ ગુલાબભાઈ પટેલ ગત તા.૨૯.૧૦.૨૦૧૯ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મહેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ ટક્કર મારતાં મહેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના રૂવાબારી ગામે રહેતા રાજેશભાઈ ગુલાબભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.