યુગાન્ડાથી આવેલ NRI યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટી
નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
યુગાન્ડાથી આવેલ NRI યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ
નડિયાદ
ખેડા જિલ્લામાં કોરોનાનો એક નોંધાયો છે. નિડયાદ તાલુકાનો વતની અને આફ્રિકા થી મંગળવારે આવેલા ૨૧ વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આ કોરોનાગ્રસ્ત યુવક માતર તાલુકામાં મામાના ઘેર રહેવા ગયા હોવાથી ત્યાં હોમઆઇસોલેશનમાં રાખવામાં આવેલ છે. આ યુવકના સંપર્કમાં આવેલા પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લા આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લામાં ૭ ઓકટોબર ૨૦૨૨ નારોજ ઠાસરામાં એક પુરૂષ કોરોના ભરડામાં સપડાયો હતો. ત્યારબાદ જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. જયારે ડિસેમ્બરમાં ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસ વધવાના પગલે જિલ્લા તંત્ર એલર્ટ થઇ ગયું છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિડયાદ તાલુકાનો વતની અને આફ્રિકા થી મંગળવારે આવેલા ૨૧ વર્ષિય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ કોરોનાગ્રસ્ત યુવક નિડયાદના પોતાના ઘરે રહેવાના બદલે માતર તાલુકામાં રહેતા મામાના ઘરે રહેવા ગયો હોઈ તે મામાના ઘરે હોમઆઇસોલેશનમાં છે. જો કે તેને કોરોનાના કોઇ ગંભીર લક્ષણો નથી.