સીંગવડ તાલુકાના સુરપુર ગામે સામાન્ય બાબતે એક એક મહિલા સહિત ચાર જણાએ એકને ફટકાર્યાે
દાહોદ તા.૧૯
સીંગવડ તાલુકાના સુરપુર ગામે સામાન્ય બાબતે એક મહિલા સહિત ચાર જણાએ એક વ્યÂક્તને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી ગડદાપાટ્ટુનો માર માર્યાનું જાણવા મળે છે.
સીંગવડ તાલુકાના સુરપુર ગામે રહેતા ભુડીયાભાઈ વરસીંગભાઈ બારીયા પોતાના ખેતરમાં ડાંગર કાપવા જતા હતા તે સમયે તેમના જ ગામમાં રહેતા બારીયા સમસુભાઈ લાલાભાઈ, બારીયા મીનાબેન સમસુભાઈ, બારીયા સંતુભાઈ લાલાભાઈ અને બારીયા મંગાભાઈ લાલાભાઈનાઓ ત્યા આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા ખેતર બાજુમાં આવશો તો તારા અને તારા ભાઈને મારી નાંખીશુ તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ફુલાભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજા પહોંચી હતી.
આ સંબંધે ભુડીયાભાઈ વરસીંગભાઈ બારીયાએ રધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.