કતવારા CHC માં સિકલ સેલ રોગ નિદાન ના મશીનનો શુભ- આરંભ થયો.
આજ રોજ તારીખ 28/12/2022,
કતવારા CHC માં સિકલ સેલ રોગ નિદાન ના મશીનનો શુભ- આરંભ થયો.
CHC કતવારા ખાતે સુપરિટેન્ડેન્ટ ડૉ. હાડા,MBBS MO ડૉ. દિપક, ડૉ. મોરી, ડૉ. અવિનાશ,LT, સિકલ સેલ કાઉન્સેલર તથા CHC ના સ્ટાફ ની હાજરીમાં જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ફાળવવામાં આવેલ મીની ઇલેટ્રોફોરેસિસ મશીન નુ શ્રિફળ વધેરી શુભ આરંભ કરવામાં આવ્યો,હવેથી દાહોદ તાલુકાની પ્રજાને સિકલ સેલ ની મફત તપાસ CHC કતવારા ખાતે થશે, અગાઉ આ તપાસ માટે લોકોને ગોધરા સિવિલ જવુ પડતું અને પ્રાઇવેટ લેબ મા આ તપાસ ના 600 રૂપિયા ખર્ચવા પડતા હતા