દાહોદના કસ્બા વિસ્તારમાંથી પોલીસે ૩૦૦ કિલોનું ગૌમાંસ ઝડપી પાડ્યું

દાહોદ તા.૧૯
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક દુકાનમાંથી પોલીસે રૂ.૧૫ હજારની કિંમતનું કુલ ૩૦૦ કિલા ગૌમાંસ ઝડપી પાડ્યાનું જ્યારે પોલીસને જાઈ એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના વણકરવાસ જુના કસ્બા વિસ્તારમાં રહેતા અનાડા ગનીબાપુ કુરેશીએ ગૌવંશનું વેચાણ કરવા આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી ગૌવંશ માંસનો જથ્થા આશરે કિલો ગ્રામ ૩૦૦ જેની કુલ કિંમત રૂ.૧૫ હજારનો જથ્થો રાખી ગૌવંશનું કતલ કરી બગાડ કરી પોતાના આર્થિક લાભ ફાયદા કરી ગૌવંશ વેચાણ કરતો હોય જ્યા પોલીસે ગત તા.૧૮.૧૧.૨૦૧૯ના રોજ રેડ પાડતા ઉપરોક્ત ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો તેમજ એક ગાયને પણ પોલીસે કબજે લઈ ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: