દાહોદ થી ગલીયાકોટ વાયા ફતેપુરા બસ વારંવાર બગડી જતા મુસાફરોને પરેશાની
રિપોટર – પ્રવીણ કલાલ ફતેપુરા
દાહોદ થી ગલીયાકોટ વાયા ફતેપુરા બસ વારંવાર બગડી જતા મુસાફરોને પરેશાની દાહોદ ડેપો ની બસ દાહોદ થી ગલીયાકોટ વાયા ઝાલોદ ફતેપુરા આનંદપુરી થઈને ગલીયાકોટ જતી બસ વારંવાર બગડી જવાથી મુસાફરો હેરાન પરેશાન થાય છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
દાહોદ થી સવારે સાત વાગે ઉપડીને ગલીયાકોટ જતી બસ આજ રોજ સવારના દાહોદ બ્રિજ પર એસ.ટી બસ ચડતા ગેર ફસાઈ જતા દાહોદ બ્રિજના ઢાળ પર ઉભી રહી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને તેઓના જીવ તાળવે ચોટી ગયા હતા ડ્રાઇવર એ સમય સૂચકતા વાપરી બસ કંટ્રોલ કરી લીધી હતી ડ્રાઇવરે દાહોદ એસ.ટી ડેપો પર જઈ ને મેકેનિક ને બોલાવીને ગેર રીપેરીંગ કામ કરાવી લેતા એસ.ટી બસ ગલીયાકોટ જવા માટે રવાના થઈ હતી રાજસ્થાન માટે આપેલી બસ ના કાયમ માટે કંઈક ને કંઈક તકલીફો ઊભી કરે છે અને પેસેન્જરોને અગવડતા પડે છે જેથી પેસેન્જર પણ પ્રાઇવેટ બસોનો સહારો લેતા હોય છે જેથી ડેપો મેનેજર એ ધ્યાન દોરી આ કાયમી ચાલતી બસને સારી કન્ડિશનમાં આપવામાં આવે અને મુસાફરોની મુસાફરી પૂર્ણ થાય જેથી ફરી મુસાફરો સરકારી બસોમાં બેસે અને એસ.ટીને પણ સારી આવક થાય તેવી ભલામણો મુસાફરી કરતા મુસાફરો જણાવી રહ્યા હતા


