ચકલાસીના શક્તિનગર પાસે થી વિદેશી દારૂ અને બિયર ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
ચકલાસીના શક્તિનગર પાસે થી વિદેશી દારૂ અને બિયર ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
નડિયાદ આગામી ૩૧મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહી/જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ ઇન્સપેક્ટર એ.વી.પરમાર ની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ એમ.એમ.જે.બારોટ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ચલાલી, શક્તિનગર વગડામાં વિજયભાઇ જયંતિભાઇ તળપદા નાઓ પોતાના રહેઠાંણ મકાનમા પોતાના કબ્જા ભોગવટામાંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના ટીન નંગ-૧૯૩૨ જેની કુલ કિં.રૂ.૨,૪૦,૭૨૦ સાથે પકડી ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

