દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી કુલ રૂા. ૨૬,૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી પકડી
રિપોટર – નીલ ડોડીયાર
દાહોદ તા.૩૧ દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી કુલ રૂા. ૨૬,૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૨૬,૪૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
૩૧મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દાહોદ તાલુકા પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફ ઘેરી લઈ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ રૂા. ૨૬૪ કિંમત રૂા. ૨૬,૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૨૬,૪૦૦નો વિદેશી દારૂ જથ્થો કબજે કર્યાે હતો. ગાડીમાં સવાર રાહુલભાઈ કનુભાઈ સોલંકી (રહે.વડોદરા) અને રાજેશબાઈ ભોલાભાઈ રોજીયા (રહે. દેલસર, નીનામા ફળિયુ, તા.જિ.દાહોદ) ની અટકાયત કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.