દેવગઢ બારીયા તાલુકા ની આંગણવાડીમાં મોટાપાયે ચાલતી ગેરરીતિઓ તાલુકાના અધિકારીઓ ના આખ આડા કાન કે પછી અજાણ જેવી પરિસ્થિતિ

દેવગઢ બારીયા તાલુકા ની આંગણવાડીમાં મોટાપાયે ચાલતી ગેરરીતિઓ તાલુકાના અધિકારીઓ ના આખ આડા કાન કે પછી અજાણ જેવી પરિસ્થિતિ.

*. તાલુકાની અનેક આંગણવાડીઓમાં ચાલતી ગેર રીતીઓ .
*કેટલીક આંગણવાડીઓ સમયસર ખુલતી નથી
*તો ક્યાંક બાળકોને બોલાવવામાં પણ નથી આવતા

*તાલુકાના બાળ વિકાસ અધિકારીઓ ની કામગીરી સામે અનેક સવાલો
દેવગઢ બારીયા તાલુકામાં 391 જેટલી આંગણવાડી કેન્દ્ર આવેલા છે જેમાંથી અનેક કેન્દ્રમાં ચાલતું લોલમ લોલ કેટલીક આંગણવાડીમાં બાળકોને ભોજન નથી અપાતુ તો કેટલી સમયસર ખુલતી નથી તો ક્યાંક સગર્ભમાં બહેનો ને પણ કઈ આપવામાં આવતું ન હોય તેમ બહાર આવ્યું છે ત્યારે તાલુકાના અધિકારીઓની આંગણવાડી કેન્દ્ર ઉપર આખ આડા કાન કે પછી અજાણ જેવી પરિસ્થિતિ.

દેવગઢ બારીયા તાલુકામાં 391 જેટલી આંગણવાડી કેન્દ્ર આવેલા છે જે આંગણવાડી કેન્દ્રો ને અલગ અલગ ત્રણ ઘટક મા વહેંચણી કરી ત્રણેય ઘટકોમાં ત્રણ સંકલિત બાળ વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી હોઈ ત્યારે તાલુકામાં કેટલીક આંગણવાડી ઉપર આંગણવાડી કેન્દ્રના સંચાલક દ્વારા પોતાની મનમાની ચલાવતા હોય તેમ બહાર આવ્યું છે તાલુકાના કેટલા કેન્દ્ર ઉપર જે તે કેન્દ્રના વિસ્તારના બાળકોને લેવા અને લઈ જવા માટે તેડાગર ની નિમણૂક કરવામાં આવે છે અને તે તેડાઘર દ્વારા બાળકોને ઘરેથી લાવા લઈ જવા માટેની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે અનેક ગામોમાં કેટલીક આંગણવાડી કેન્દ્રની તેડાગરો દ્વારા બાળકોને લેવા લઈ જવા માટેની કોઈ કામગીરી કરવામાં આવતી નથી તો ક્યાંક બાળકોને પૂરતું ભોજન આપવામાં આવતું નથી તો બીજી તરફ કેટલીક આંગણવાડી સમયસર ખુલતી નથી જેવા અનેક પ્રશ્નો અહીં ઉદભવી રહ્યા છે ગ્રામજનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે તેમ છતાં પણ અહીંના સ્થાનિક સંકલિત બાળ વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના યોગ્ય પગલા ભરવામાં ના આવતા હોય તેમ જોવાઈ રહ્યું છે તો બીજી તરફ કેટલાક ઊંડાણ વાળા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ધૂળ ખાતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે સાગટાળા પંથકમાં આવેલા કેટલાક આંગણવાડી કેન્દ્ર ઉપર મોટા પાયે ગેર રીતિયો અચરાતી હોઈ તેઓ સ્થાનિક ગ્રામજનોનું કહેવાય રહ્યું છે ત્યારે આવા કેન્દ્રો ઉપર સુ તાલુકા ના બાળ વિકાસ અધિકારી દ્વારા વિઝીટ લેવામાં આવતી હશે કે કેમ શું આ અધિકારીઓ આવા કેન્દ્રો સામે આખ આડા કાન કરતા હશે કે પછી અજાણ હશે જેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે ત્યારે જો આ બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે તો સ્થાનિક અધિકારીઓની અનેક પોલ બહાર આવે તેમ છે તો આ બાબતે ઉચ્ચ સ્તરેથી યોગ્ય પગલા ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું


દેવગઢબારિયા તાલુકાના ગામની સરપંચ ફળિયાની એક આંગણવાડી કેન્દ્ર ઉપર રાજ્યકક્ષાના મંત્રી દ્વારા આકસ્મિક વિઝીટ કરતા આંગણવાડી કેન્દ્ર ઉપર બે બાળકો જ હાજર મળી આવ્યા હતા. જેને લઇ રાજ્યકક્ષાના મંત્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરતા આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બંનેને તાત્કાલિક ફરજ પર થી મુક્ત કરી અન્ય આંગણવાડી સંચાલક ને ચાર્જ આપવામાં આવ્યો છે ત્યારે આવી અન્ય કેટલી આંગણવાડી હશે કે જેના સંચાલકો દ્વારા પોતાની મનમાની ચલાવતા હશે તે આ કેન્દ્ર પરથી જોઈ શકાય છે

દેવગઢ બારીયા તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્ર ઉપર સગરબા માતાઓને સરકાર દ્વારા પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તે પૌષ્ટિક આહાર આ સગર્ભા માતાઓ સુધી પહોંચતો ન હોવાનું પણ બહાર આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: