દાહોદ જિલ્લામાં વધેલા બાઈક ચોર ટોળકીઓનો આતંક વચ્ચે હવે ફોરવ્હીલ વાહન ચોર ટોળકીઓ પણ સક્રીય બની
દાહોદ તા.૩૧ દાહોદ જિલ્લામાં વધેલા બાઈક ચોર ટોળકીઓનો આતંક વચ્ચે હવે ફોરવ્હીલ વાહન ચોર ટોળકીઓ પણ સક્રીય બની પોતાના કારણે બિન્દાસ્ત રીતે અંજામ આપી રહ્યા છે તેવા સમયે દાહોદ તાલુકાના ખરેડી ગામે વડલી ફળિયામાંથી રાત્રીના સમયે રૂપિયા બે લાખની કિંમતની ક્રુઝર ગાડી ફોરવ્હીલ ગાડી ચોરાયાની પોલિસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે.
ગત તા. ૨૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રીના સમયે દાહોદ તાલુકાના ખરેડી ગામે વડલી ફળિયામાં ફોરવ્હીલ વાહન ચોર ટોળકી ત્રાટકી હતી અને ખરેડીના વડલી ફળિયામાં રહેતા વિનોદભાઈ નેવાભાઈ ચૌહાણની તેના ઘર આગળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ રૂા. ૨ લાખની કિંમતની જીજે-૨૦ એ-૬૧૦૬ નંબરની સિલ્વર કલરની ક્રુઝર ગાડી ચોરીને લઈ ગઈ હતી.
આ સંબંધે ખરેડી ગામના વડલી ફળિયાના વિનોદભાઈ નેવાભાઈ ચૌહાણે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


