થર્ટી ફસ્ટની ઉજવણીને લઈ દાહોદ જિલ્લા પોલિસ એક્શન મોડમાં કાર્યવાહી કરી
દાહોદ તા.૩૧ થર્ટી ફસ્ટની ઉજવણીને લઈ દાહોદ જિલ્લા પોલિસ એક્શન મોડમાં કાર્યવાહી કરી રહી છે
જેને લઈને પોલીસે થર્ટી ફસ્ટમાં દારૂની રેલમછેલ અટકાવવા એક્શન પ્લાન બનાવ્યો છે. આથી દારૂના બંધારણીયોને મુશ્કેલીયો સર્જાઈ છે. જેમાં શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર કેટલીક જગ્યાએ નાકાબંધી પોઈન્ટ બનાવ્યા છે તેમજ નબીરાઓને પકડવા માટે બ્રેથ એનીલાઈઝર સાથે સજજ કરી દેવામાં આવ્યા છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને દાહોદ જાલોદ લીમખેડા બારીયા જેવા નગરોમાં પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે જે તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે સીસીટીવી સર્વેમન્સ બોડી વોર્મ કેમેરાનો ઉપયોગ બ્રેથ એનેલાઈઝર તેમજ ડ્રગ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે તેવા સ્થળ પર પોલીસ પેટ્રોલીંગ પણ કરશે ટ્રાફિકથી ભરચક્ર રોડ પર પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે જેમાં બહારથી આવતાં વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. થર્ટી ફસ્ટની ઉજવણીમાં દાહોદમાં દારૂનુ દુષણ અટકાવવા પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે હાલ નાતાલને લઈને રજાઓ અને ૩૧ ડિસેમ્હરે પાર્ટીના આયોજનોમાં અન્ય રાજ્યોમાંથી બુટલેગરો મોટાપાયે દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે દાહોદમાં દુષણને અટકાવવા પોલીસતંત્ર સભ્ય બનવ્યું છે અને ૩૧ મી ડિસેમ્બરના અનુસંધાને પ્રોહી મેગા ડ્રાઈવ દરમ્યાન દાહોદ જિલ્લાની પોલિસે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ પ્રોહિબિશનના કુલ ૪૧ કેસો કરી ૨૬ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે આજે ુપણ દાહોદ પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લીસ્ટેડ બુટલેગર છે તેમને ત્યાં તપાસ કરવામાં આવશે જ્યારે દારૂ પીધેલા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરશે.