જિલ્લા સેવા સદન દાહોદ ખાતે જનસંપર્ક અધિકારી શ્રી કે.પી. મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
જિલ્લા સેવા સદન દાહોદ ખાતે જનસંપર્ક અધિકારી શ્રી કે.પી. મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જનસંપર્ક અધિકારી શ્રી કે.પી. મકવાણાનો આજે વયનિવૃત્તિથી વિદાય સમારોહ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેઓને નાયબ મામલતદાર કક્ષામાંથી હાલોલ ખાતેથી બઢતીથી મામલતદાર કક્ષામાં પ્રમોશન મળતા ગત તા. ૨૧-૮-૨૨ ના રોજ દાહોદ ખાતે હાજર થયા હતા. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ લુણાવાડા ખાતેથી કલાર્ક તરીકે કર્યો હતો અને વર્ષ ૨૦૦૪ થી નાયબ મામલતદાર કક્ષામાં બઢતી મેળવી હતી. તેમણે ૩૬ વર્ષ સુધીની સુદીર્ધ સેવાઓ સરકારી કર્મચારી તરીકે મહેસુલ વિભાગમાં નિભાવી હતી. આ વેળા નાયબ કલેક્ટર (મ.ભો.યો.)શ્રી ફાલ્ગુન પંચાલ, નિવૃત નાયબ કલેક્ટર, દાહોદ શ્રી એમ.એમ. ગણાસવા તેમજ કલેક્ટરેટના તમામ નાયબ મામલતદારશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.