ઝાલોદ બી.આર.સી ભવન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ બી.આર.સી ભવન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ
ઝાલોદ બી.આર.સી ભવન ખાતે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ પારેખ દ્વારા ઝાલોદ,ફતેપુરા અને સંજેલીની મિટિંગ બોલાવી વિવિધ અગત્યના મુદ્દાની ચર્ચા કરવામાં આવી જેમકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી,શાળા સ્વચ્છતા,બાળકોની હાજરી એસ.એમ.સી મિટિંગ,સ્ટાફ અને શાળાનું વિઝન બોર્ડ પ્રવેશ દ્વારે લગાવવા બાબત મધ્યાહન ભોજન,બાળકોને આપવામાં આવતું સંજીવની યોજનાનું દૂધ બાબતે તેમજ કોઈપણ પ્રકારે બાળકોને શૈક્ષણિક અને શારીરિક નુકશાન ના થાય તે માટે વિગતે ચર્ચા કરવામાં આવી અને ખુબજ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં બી.આર.સી અને તમામ સી.આર.સી ઓ એ હાજરી આપી માહિતી મેળવી અને અગાઉ કરવાના થતાં કામોને આયોજનમાં લેવા સ્પષ્ટ સૂચનો કરવામાં આવ્યા