ઝાલોદ નગરમાં પ્રથમ વાર ભગવા ગ્રૂપ આયોજિત ઝાંસી કી રાણી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં પ્રથમ વાર ભગવા ગ્રૂપ આયોજિત ઝાંસી કી રાણી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછાર અને નિલેશ્વરીબેન પંચાલને હસ્તે ઉદ્ઘાટન યોજાયું
ઝાલોદ નગરમાં સહુ પ્રથમ વખત ભગવા ગ્રૂપ દ્વારા ઝાંસી કી રાણી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછાર અને નિલેશ્વરીબેન પંચાલને હસ્તે કરવામાં આવ્યું હતુ. બંને નારી શક્તિ દ્વારા ક્રિકેટ રમી ટુર્નામેન્ટનુ શુભારંભ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન મછાર દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો હતો. તેમાં આર્યવિરા ટીમ દ્વારા ટોસ જીતી બેટિંગ લેવામાં આવી હતી.
નગરમાં સહુ પ્રથમ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હોવાથી સહુ મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. ટુર્નામેન્ટનો મુખ્ય આશય સહુ નારી શક્તિ સંગઠન બની આગળ આવે તેમજ સહુ એક થી મોટું સંગઠન રૂપી આગળ આવે તેવો હતો. સહુ નારી ઝાંસી કી રાણી જેવું પ્રભાવ બનાવે તેમજ દરેક ક્ષેત્રોમાં એક આગવું નારી એકતા નગરમાં બને તેવો આશય છે, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટાં પ્રમાણમાં મહિલાઓ એ હાજર રહી સહુ ક્રિકેટ રમી રહેલ મહિલાઓમાં જોશ અને ઉત્સાહ વધાર્યો હતો.આજની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં શક્તિ ગ્રુપ વિજેતા બની હતી.
ઝાલોદ નગરની મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે આયોજક તરીકે મહિલાઓ હતી. મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય આયોજક કિંજલ કોળી, પીનલ પંચાલ, નિલેશ્વરી પંચાલ, મીનલ પંચાલ, કિંજલ પંચાલ તેમજ ઝાલોદ નગરના તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતા મછાર હતા.




