દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામેથી સ્ટંટબાજ ઝડપાયો
દાહોદ તા.૨૧
દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે એક યુવક દારૂ પીધેલ હાલતમાં પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતાં પોલીસે તેને ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ નગરમાં ડેરી ફળિયા વિસ્તાર ખાતે રહેતો આનંદભાઈ સુરેશચંદ્ર સથવારા ગત તા.૨૦.૧૧.૨૦૧૯ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામેથી પસાર થઈ રહ્યો હતો અને દારૂ પી નશો કરેલ હાલતમાં મોટરસાઈકલ રેલાતી લઈ ઝડપથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાથી પસાર થતી દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત યુવકને ઝડપી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.