દાહોદ એલ.સી.બી. પોલિસે ગતરાતે પેટ્રોલીંગ દરમ્યાન મધ્યપ્રદેશના પિટોલથી વિદેશી દારૂ મોટર સાયકલ પર લઈને આવતાં બે ખેપીયાને પકડી પાડ્યા
દાહોદ તા.૦૨ દાહોદ એલ.સી.બી. પોલિસે દાહોદ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાતે પેટ્રોલીંગ દરમ્યાન મધ્યપ્રદેશના પિટો લથી વિદેશી દારૂ મોટર સાયકલ પર લઈને આવતાં બે ખેપીયાને દાહોદ તાલુકાના ડુંગરપુર તરફ જવાના રસ્તા પાસે ઈંટોના ભઠ્ઠા પાસે રોડ પરથી ઝડપી પાડી રૂા. ૨૫ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ તથા મોટર સાયકલ મળી રૂા. ૪૫,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
ગતરોજ રાતના સાડા નવ વાગ્યાના સુમારે દાહોદ એલસીબી પોલિસે દાહોદ તાલુકા પોલિસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખંગેલા થેડ ફળીયાના પંકજભાઈ ભુરાભાઈ મેડા તથા રાહુલભાઈ છત્રુભાઈ ગણાવા તેઓના કબજાની જીજે-૨૦ બીબી-૫૬૯૯ નંબરની લાલ કલરની સુઝુકી કંપનીની એવનીસ મોટર સાયકલ ઉપર મધ્યપ્રદેશના પિટોલ ખાતેના દારૂના ઠેકા પરતી ભારતીય બનાવટના રૂપિયા ૨૫,૨૦૦ની કિંમતના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ લઈ આવી રહ્યા હતા તેઓને બંનેને દાહોદ એલસીબી પોલિસે ડુંગરપુર તરફ જવાના રસ્તા પાસે ઈંટોના ભઠ્ઠા પાસે રોડ પરથી પકડી પાડ્યા હતા અને ૨૫,૨૦૦નો દારૂ તથા રૂા. ૨૦,૦૦૦ની કિંમતની મોટર સાયકલ મળી રૂા. ૪૫,૨૦૦ નો મુદ્દામાલ કબજે લઈ બંનેને દાહોદ તાલુકા પોલિસને સોંપતા તાલુકા પોલિસે પકડાયેલા બે જણા સહિત ત્રણ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.