ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે બેટી બચાવો યોજના તથા પુર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે બેટી બચાવો યોજના તથા પુર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો
વિશેષ અતિથિ તરીકે ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા હાજર રહ્યા હતા
આ પ્રોગ્રામ આઈસીડીએસ શાખા ઝાલોદ તરફથી યોજવામાં આવ્યો હતો
ઝાલોદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૩૦ વિધાનસભાના ધારાસભ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ સાથે પીનલબેન ભૂરિયા ચેરમેન મહિલા અને યુવા પ્રવૃત્તિ વિભાગ જી.પં દાહોદ ,જિલ્લા પ્રોગ્રામ અધિક્ષક ઈરાબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત,શિક્ષણ, આરોગ્ય, કાનૂની સેવા સત્તા મંડળ, બાળ સુરક્ષા વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, પોસ્ટ વિભાગ, તાલુકાના પદાધિકારીઓ , આઈસીડીએસ વિભાગનો તમામ સ્ટાફ ,આંગણવાડી વર્કર, તથા ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીયો હાજર રહી હતી.
પ્રોગ્રામની શરૂઆત ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચન પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિવાય જુદા જુદા વિભાગોમાંથી આવેલ અધિકારીઓ તેમના વિભાગને લાગતું તથા કિશોરીઓને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.ઝાલોદ આઈસીડીએસ વિભાગના સીડીપીઓ નિલુંબેન દ્વારા ખૂબ સુંદર રીતે ઝાલોદ તાલુકામાં કિશોરીઓને અપાતી આંગણવાડી કેન્દ્ર ખાતેથી સેવાઓની જાણકારી આપી. ઝાલોદ તાલુકાની કુલ 547 આંગણવાડી કેન્દ્ર વિસ્તારમાં ૧૭૦૦૦ જેટલી કિશોરીઓ છે. આ તમામને સરકાર તરફથી તમામ સેવાઓ જે જે અપાય છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
કુલ 9 સ્ટોલ કાર્યક્રમ સ્થળે ગોઠવવામાં આવેલ હતા. જેમાં જુદા જુદા વિભાગના પ્રદર્શનો મુકવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સમાપન ઉદ્બોધન ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા કરવામાં આવ્યું તેઓએ ઉદ્બોધનમાં જણાવ્યું કે ઝાલોદ તાલુકાની તમામ કિશોરીઓ જાગૃત બને, સારું શિક્ષણ મેળવે, સારી પદવી મેળવે તથા પોતાની સુરક્ષા કરવા સક્ષમ બને. એ માટે સરકાર તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે તેનો મહત્તમ લાભ અને પરિણામ ઝાલોદ તાલુકામાં જોવા મળે તેવું સહુના સહિયારા પ્રયાસો થી થાય તેમ આહ્વાન કર્યું તથા ઝાલોદ તાલુકાની જે આંગણવાડીઓ બિલકુલ જર્જરીત હોય, નવીન બનાવવા લાયક હોય તે તમામ કેન્દ્રોના મકાન નવીન બનાવવા માટે માહિતી માગી હતી. તથા દરેક આંગણવાડીઓ ને મુખ્ય રસ્તા સાથે જોડવા માટેના સી.સી રોડ બનાવવા માટે દરેક કેન્દ્રો પાસે માહિતી માંગી હતી. તથા 23-24 નાં વર્ષમાં આયોજનમાં લેવા માટે બાયધરી આપી હતી. જુદાજુદા વિભાગોમાં પધારેલ તમામ અધિકારીઓ નો નામજોગ આભાર માન્યો હતો. તથા આ કાર્યક્રમનું આયોજન કરનાર આઈસીડીએસ વિભાગ ટીમનો ખૂબ ખૂબ આભાર માની કાર્યક્રમ પૂરો થયેલ હતો.