પાંડુરંગ ઉચ્ચતર બુનિયાદી શાળા ખાતે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા ગ્રામ તાલુકા કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન
પાંડુરંગ ઉચ્ચતર બુનિયાદી શાળા ખાતે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા ગ્રામ તાલુકા કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન
દાહોદ, તા. ૩ : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હસ્તક નેહરુ યુવા કેન્દ્ર સંગઠનનાં મુખ્ય કાર્યક્રમોનાં ભાગ રૂપે જીલ્લાનાં ૦૫ તાલુકાઓમાં રમત કાર્યક્રમ યોજાવવામાં આવી રહ્યા છે. તેના ભાગ રૂપે તાલુકા દાહોદના પાંડુરંગ ઉચ્ચતર માધ્યમિક શાળા, અભલોડમાં બ્લોક સ્પોર્ટ્સ ઇવેન્ટનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૦૫ પ્રકારની રમત ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, દોડ આદિ રમાડવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મેહમાન જીલ્લા યુવા અધિકારીશ્રી અજીત જૈન, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી તેમજ આચાર્યશ્રી અમરસિંહ રાઠોડ દ્વારા નેહરુ યુવા કેન્દ્ર વતી ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.