જસુણી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

ફરહાન પટેલ સંજેલી

જસુણી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકાના માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જસુણી સબ સેન્ટર ખાતે જુસ્સા અને જસુણી સબ સેન્ટરના કિશોર-કિશોરીઓ માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત કિશોર સ્વાસ્થ્ય દિવસની ઉજવણી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હિતેશ ચારેલના માર્ગદર્શન હેઠળ MBBS મેડીકલ ઓફિસર ડૉ. કામેશ્વરી ભાભોર, ડૉ. ગ્રીષ્મા બામણીયા, આયુષ મેડીકલ ઓફિસર ડૉ. સરસ્વતી વસૈયા, ડૉ. મીના વાઘેલા, RBSK મેડીકલ ઓફિસર ડૉ. યોગેન્દ્ર રતેડા, ડૉ. કિંજલ બામણીયા, FHS નિશાબેન પાંડે, MPHS કવિન્દ્રભાઈ ડામોર, તમામ CHO અને બંને સબ સેન્ટરના તમામ સ્ટાફ દ્વારા સ્કૂલમાં જતા અને સ્કૂલમાં ન જતા કિશોર-કિશોરીઓને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ડે ની ઉજવણી કરી શારીરિક અને ભાવાનાત્મક ફેરફારો વિશે સમજ આપી હતી. કિશોરી કિશોરીઓને શારીરિક,માનસિક અને ભાવનાત્મક ફેરફાર વિશે સમજ કિશોરીઓને માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે સમજ આપી.
કિશોરીઓનેજાતીય અંગ વિશે સમજ આપવામાં આપી.બહારના અનૈતિક જાતીય સંબંધ એ કેટલું હાનિકારક છે તે વિશે સમજ આપવામાં આવી.
આઈ.એફ. એ.ગોળી અને ન્યુટ્રીશન વિશે સમજ આપવામાં આવી.
માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી આપી. પોષણ વિશે સમજ આપવામાં આપી પોતાના સેફ્ટી વિશે સમજ આપી. સિકલસેલ વિશે વિસ્તૃત માહિતી આપી તેના કારણો અને લક્ષણો વિશે સમજ તેમજ તેની સારવાર શું છે તેની સમજ આપી
આ સિકલસેલ ને કેવી રીતે અટકાવી શકાય તે બાબત વિશે સમજ આપવામાં આવી ટીબી વિશે માહિતી આપવામાં આપી એચ.આઇ.વી એઇડ્સ વિશે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વિશે માહિતી આપી પર્સનલ હાઈજીન વિશે માહિતી આપી આરોગ્ય લક્ષી બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: