મહુધાના વડથલ પાસે વાહનની અડફેટે બે યુવકોના મોત

નરેશ ગનવાણી બ્યૂરોચીફ
મહુધાના વડથલ પાસે વાહનની અડફેટે બે યુવકોના મોત

કઠલાલના બે યુવાનો મોટરસાયકલ લઈને મહુધાના વડથલ ખાતે ધંધાની ઉઘરાણીથી આવતા અકસ્માત . અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતાં બે યુવાનોના મોત નિપજયા છે. મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુળ તામીલનાડુના કુલથ્થરના બે યુવાનો વ્યવસાય અર્થે ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહેતા હતા. ગુનસેકરન પલનીવેલ અને અરૂણકુમાર સંગલીમુક્ષુ નામના આ બે યુવાનો ગત રોજ મોટરસાયકલ પર ધંધા અર્થે મહુધાના વડથલ મૂકામે ઉઘરાણીએ ગયા હતા. ઉઘરાણી કરી પરત આવતા વડથલ કેનાલ પાસે કોઈ અજાણ્યા વાહને તેમના
મોટરસાયકલને ટક્કર મારી હતી. જેના કારણે આ બન્ને જણ મોટરસાયકલ સાથે રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સંદર્ભે મરણજનારના મિત્ર શૈલેષભાઈ મનુભાઈ પરમારે મહુધા પોલીસમાં જાણ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: