દાહોદ શહેરમાંથી એક ફોર વ્હીલર ગાડીમાંથી ચોરી
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં એક ફોર વ્હીલર ગાડીના દરવાજાનો કાચ તોડી અજાણ્યા ચોર ઈસમોએ ગાડીમાંથી સેપટોપ,એસસરીઝ, ટાયર, રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂ.૨૪,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરીયાદ નોંધાયાનું જાણવા મળે છે.
વડોદરા મુકામે રહેતા પ્રશાંતભાઈ મુરારીલાલ શુક્લા ગત તા.૨૦.૧૧.૨૦૧૯ના રોજ દાહોદ શહેરમાં કોઈક કામ અર્થે આવ્યા હતા અને પોતાની ફોર વ્હીલર ગાડી શહેરની હુસેની મસ્જીદની સામે લોક મારી પાર્ક કરી હતી. આ દરમ્યાન તેઓની ફોર વ્હીલર ગાડીના દરવાજાનો કોઈક અજાણ્યા ચોર ઈસમોએ કાચ તોડી ફોર વ્હીલર ગાડીમાંથી લેપટોપ,એસસરીઝ, ટાયર, ટાયર ચેક કરવા માટેનુ બોક્ષ, એક ઈન્ટરનેટ ડોંગલ, પેન ડ્રાઈવ, રોકડા રૂપીયા ૩૦૦૦ વિગેરે મળી કુલ રૂ.૨૪,૦૦૦ તથા પ્રશાંતભાઈના અગત્યના ડોક્યુમેન્ટ જેવા કે, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, બેંક પાસબુક, બેંક એટીએમ, ક્રેડીટ કાર્ડ વિગેરે પણ ચોરી કરી લઈ જતાં આ સંબંધે પ્રશાંતભાઈમુરારીલાલ શુક્લાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.