જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ -૨ માં વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેસ્ન કરાશે।
સિંધુ ઉદય
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ બાબત
દાહોદ, તા. ૪ : જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ -૨ માં વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે આવેદન આમંત્રિત છે. શાળાના આચાર્ય શ્રી પ્રશાંત ચાફેલના જણાવ્યા અનુસાર આ માટેની પ્રવેશ પરીક્ષા આગામી તા. ૨૯-૪-૨૦૨૩ શનીવારના રોજ યોજાશે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા અને સીંગવડ તાલુકાની શાળાઓમાં જ વર્ષ ૨૦૨૨-૨૩ માં ભણતાં ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ આવેદન ઓનલાઇન વેબસાઇટ http://navodaya.gov.in ઉપર કરી શકશે. આવેદન તારીખ ૦૨-૦૧-૨૦૨૩ થી તા. ૩૧-૧-૨૦૨૩ સુધી કરી શકાશે. વિદ્યાર્થીની ઉંમર તા. ૧/૫/૨૦૧૧ થી તા. ૩૦/૪/૨૦૧૩ ની વચ્ચે (બંને તારીખ મળીને) હોવી જોઇએ. આવેદક જે તે તાલુકાના રહેવાસી હોવા જોઇએ. આ પરીક્ષા કેન્દ્રો સદર તાલુકાઓમાં નક્કી કરેલા કેન્દ્રો ઉપર રહેશે.