બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અભલોડ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત ચેક અર્પણ કરાયો
પ્ર્તિનીધી ગરબાડા
બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અભલોડ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત ચેક અર્પણ કરાયો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા ગરીબ પરિવારને સાર્થક નીવડ્યું.
ગરબાડા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા દલાભાઈ પ્રમચંદભાઈ નાગોટા પરિવાર ને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત રુ. બે લાખનો ચેક આપવામાં આવ્યો.ગરબાડા તાલુકાની અભલોડ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખા માં અભલોડ ગામતળ ના દલાભાઈ પ્રેમચંદભાઈ નાગોટા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત તેમણે 436 રૂપિયા પ્રીમિયમ ભરેલું હતું અને દલાભાઈ પ્રેમચંદભાઈ નાગોટા નું નું આકસ્મિક નિધન થઈ જતાં તેમના પરિવારને અભલોડ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ના બેંક મેનેજર મહાવીર મીણા દ્વારા મૃત્યુ પામનારા પરિવાર ના વારસદાર રમીલાબેન દલાભાઈ નાગોટા ને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત તેમને સીધો લાભ મળે તે માટે બેંક ખાતે બોલાવી રૂપિયા બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો.