દેવગઢ બારીયાની શ્રીજી સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

રિપોર્ટર – પથિક સુતરીયા દેવગઢ બારીયા જિલ્લો – દાહોદ

દેવગઢ બારીયાની શ્રીજી સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો વિદ્યાર્થીઓનો એકધારો જીવનનો કંટાળો દૂર થાય તે હેતુથી દર વર્ષે શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે

કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ માં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આનંદ અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો પ્રવાસ વહેલી સવારે દેવગઢ બારીયા થી નીકળી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ મુકામે પહોંચ્યો જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શન જેવા કે જંગલ કા શેરુ , ગ્લો ગાર્ડન, જેવા પ્રદર્શન અને નાટકો અને ધ વિલેજ ઓફ બુઝોજોઈ બાળકો ખુશ ખુશાલ થઈ ગયા હતા. અક્ષરધામ દિલ્હીની પ્રતિકૃતિ સમાન ઊભું કરાયેલું મંદિર સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય અને વિરાટ મૂર્તિના દર્શન થઈ રહ્યા હતા અને સાથે સાથે વ્યસન મુક્તિ અને બાળકોમાં સારા સંસ્કારો પ્રાપ્ત થાય તેવા લોગો પણ જાણવા મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!