ઝાલોદ તાલુકાના મહુડી મુકામે ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા નલ સે જળ યોજના અંતર્ગત પીવાના પાણી માટે ભૂગર્ભ ટાંકાનુ ખાત મુહૂર્ત કરાયું
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના મહુડી મુકામે ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા નલ સે જળ યોજના અંતર્ગત પીવાના પાણી માટે ભૂગર્ભ ટાંકાનુ ખાત મુહૂર્ત કરાયું
૧૮ લાખ રૂપિયા ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા આ યોજના માટે ફાળવવામાં આવ્યા
ઝાલોદ તાલુકાના મહુડી મુકામે ગ્રામજનોના વિશેષ આગ્રહ થી આજ રોજ ધારાસભ્ય મહેશ ભૂરિયા મુખ્ય મહેમાન તરીકે આવેલ હતા.ધારાસભ્ય મહેશ ભૂરિયાનું સ્વાગત ઉપસ્થિત સહુ લોકોએ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવ્યું તેમજ ધારાસભ્ય મહેશ ભૂરિયાના સન્માનમાં વિવિધ પ્રોગ્રામો પણ રાખવામાં આવ્યા હતા.ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા નવા વર્ષમાં મહુડી મુકામે સ્વચ્છ પાણી મળી રહે તે માટે ભૂગર્ભ ટાંકાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા ૨૦૨૪ સુધીમાં દરેક વિસ્તારના પીવાનું સુદ્ધ પાણી મળી રહે તે અંતર્ગત મહુડી મુકામે ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા પાંચ લાખ લિટરનો પાણીનો ભૂગર્ભ ટાંકાનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે ટાંકા માટે ધારા સભ્ય મહેશ ભૂરિયા દ્વારા ૧૮ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
આ પ્રોગ્રામમાં ભાજપ પ્રમુખ મૂકેશ પરમાર, ઝાલોદ શહેર પ્રમુખ દિનેશ પંચાલ, મહામંત્રી સુરેશ ભાભોર ,ઝાલોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતા મછાર, એ.પી.એમ.સી સભ્ય જાયસીંગ વસૈયા, માલધારી સેલ જગુ ગુજ્જર, મહુડી સરપંચ સૂરમલ ગરાસીયા,પૂર્વ તાલુકા પ્રમુખ મૂકેશ ડામોર તેમજ અન્ય ગામોના સરપંચો તેમજ મહુડી ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ગામ ના લોકો હજાર રહ્યા હતા.




