ચાઇનીઝ દોરીનું વેચાણ કરી કહેલ ઇસમ ને મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ

નીલ ડોડીયાર

ઉતરાયણના તહેવાર પહેલા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરી કહેલ ઇસમને કુલ-૬૯ નંગ ટેલરો કિંમત૩૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદ નાઓ તરફથી દાહોદ ટાઉન એ વિસ્તારમાં ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનું ગેરકાયદેસર વેચતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠિયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર સી.આર.દેસાઇ તથા બીજા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કો જયદિપભાઇ સુરેશભાઇ બ નં. ૧૨૪ નાઓની ખાનગી બાતમી હકીકત આધારે આરોપી રામકુમાર શ્રીચંદભાઇ જાતે બચ્ચાણી રહે.દાહોદ ગોધરા રોડ પાયલ કંગન સ્ટોરની ગલીમાં તા.જી.દાહોદ નાઓની કરીયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના ટેલરો નંગ.૬૯ કિં.રૂ.૩૮,૦૦૦/- ગણી શકાય તે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી સદરી આરોપીને અટક કરી તેના વિરૂધ્ધમાં મહેરબાન જીલ્લા કલેકટર સાહેબ દાહોદ નાઓના જાહેરનામાના ભંગ મુજબ ઇ.પી.કો કલમ.૧૮૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે . કે.એન.લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.દેસાઇ પો.સ.,ઇરૂપસીંહ બુધાભાઈ એ.એસ.આઇ બ.નં ૭૮૨,રૂપસીંહ બુધાભાઈ એ.એસ.આઇ બ.નં ૭૮૨,જયદીપભાઈ સુરેશભાઈ આ.પો.કો બ.નં ૧૨૪,,કનુભાઈ મોહનભાઈ અ.પો.કો બ.નં ૧૨૭૨,અજયભાઈ મથુરભાઇ આ.પો.કો બ.નં ૨૬૪,અનિલભાઇ રાજુભાઇ આ.પો.કો બ નં.૩૭ ટીમ બનાવી રેડ પાડી સરાહનીય કામગીરી કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!