સંજેલી કન્યા વિદ્યાલય ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત શાળા કાર્યક્રમ યોજાયો.

ફરહાન પટેલ સંજેલી

સંજેલી કન્યા વિદ્યાલય ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત શાળા કાર્યક્રમ યોજાયો

સંજેલી કન્યા વિદ્યાલય ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.નયન જોષી, ના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગામ જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર હિતેશ ચારેલ દ્વારા શાળાના બાળકોને વ્યસનમુક્તિ,માનસિક સ્વાસ્થ્ય, એનિમિયા,વિષે સમજણ આપી આપવામાં આવી હતી,
આરોગ્ય વિભાગ દ્વારા શાળાના બાળકોને ટોબેકોથી અને વ્યસનથી થતા નુકશાન વિશે માહિતી આપી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા માનસિક સ્વાસ્થ્ય અને એનિમિયા વિશે પણ શાળાના બાળકોને સમજણ આપવામાં આવી, આરોગ્ય લક્ષી વિવિધ બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,શિક્ષકો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: