વડોદરા મધ્યસ્થ જેલમાંથી પાકા કામનો કેદી પેરોલ રજા પર ઉતર્યા બાદ ફરાર થઈ જતાં ખળભળાટ
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના રાણાપુરખુર્દ ગામે રહેતો અને મર્ડર જેવા ગંભીર ગુન્હાનો ખુંખાર આરોપી બચુભાઈ માનસીંગભાઈ પારગી વડોદરાની મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત થયા બાદ પરત હાજર નહીં થતાં પોલીસે ગુન્હો નોંધી તપાસનો દૌર શરૂ કર્યાે છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાણાપુરખુર્દ ગામે ગામતળ ફળિયામાં રહેતો બચુભાઈ માનસીંગભાઈ પારગી જે મર્ડર વિગેરે જેવા ગંભીર ગુન્હાઓનો આરોપી હોઈ એડી.સેસ.કોર્ટ નડીયાદ દ્વારા તા.૩૦.૦૩.૧૯૮૨ ના રોજ આજીવન કેદની તથા દંડ પેટે રૂ.૨૦૦ ન ભરવા બદલ વધુ ૦૨ માસની કેદની સજા ફરમાવી હતી. આ બાદ આરોપી બચુભાઈ માનસીંગભાઈ પારગીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો અને જ્યા તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ પાકા કામનો કેદીને ગુજરાત હાઈકોર્ટના હુકમ અન્વયે આ કેદીને તા.૦૮.૧૦.૨૦૧૯ ના રોજ દિન ૧૫ માટે પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો અને રજા પુર્ણ થતાં તારીખ ૨૪.૧૦.૨૦૧૯ ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આ કેદીને ફરી હાજર થવાનું હતુ પરંતુ આરોપી બચુભાઈ માનસીંગભાઈ પારગી પરત જેલમાં હાજર નહીં થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ભારે શોધખોળ પણ આદરી હતી પરંતુ આ આરોપીનો કોઈ પત્તો લાગ્યા ન હતો.
આ સંદર્ભે વડોદરા મધ્યસ્થ સત જ્યુડીશીયલ જેલર સી.જે.ગોહીલે આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરી ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

