સંજેલી નગરમાં રખડતા આંખલાએ ભરબજારે યુદ્ધ છેડયું, વાહન ચાલકોના જીવ તાળવે ચોટયા

ફરહાન પટેલ સંજેલી)

સંજેલી નગરમાં રખડતા આંખલાએ ભરબજારે યુદ્ધ છેડયું, વાહન ચાલકોના જીવ તાળવે ચોટયા

બંને આખલાનું યુદ્ધ થતા સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ

સંજેલીમા આખલા વચ્ચે યુદ્ધ થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં નાસભાગ મચી

સંજેલી સંતરામપુર રોડ પર આંખલાઓ સામસામે આવી જતા કલાકો સુધી રાહદારીઓ વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા આખલાઓ સામસામે બાખડતા અવરજવર કરતા રાહદારી તેમજ વાહન ચાલકો દ્વારા રોડ પરથી પસાર થવું ભારે મુશ્કેલ પડ્યું હતું સંજેલી નગરમાં માથાનો દુખાવો બનેલ રખડતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે અગાઉ પંચાયત તંત્ર દ્વારા ઢોરોનું નિરાકરણ માટે સંજેલી નગરમાં ભૂંગળું ફુકાયું હતું ઢોરો ને છુટા મુકનાર ઢોર માલિક ને સામે દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ મામલા પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવ્યું હોય તેવું નજરે પડી રહ્યું છે રોડની સાઈડમાં રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે આખલાની લડાઈ વચ્ચે વાહન ચાલકો અટવાયા હતા તેમજ રખડતા ઢોરોને કારણે ખેડૂતોના ખેતરમાં મકાઈ ઘઉં જેવા ઉભા પાકને પણ મોટાપાયે નુકસાન કરતા જોવા મળી રહ્યા છે પંચાયત તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડી તેને યોગ્ય જગ્યાએ રાખવા માટેની સુવિધા ઉભી કરવામાં આવે અથવા રખડતા ઢોર મુકનાર ઢોર માલિક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી સંજેલી નગરના લોકો અને ખેડૂતોની લાગણી અને માંગણી છે પંચાયત તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે તે હવે જોવું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: