ઝાલોદ તાલુકાના થાળા ગામે અકસ્માત સર્જાયો.

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ તાલુકાના થાળા ગામે અકસ્માત સર્જાયો

ઝાલોદ તાલુકાના થાળા સિંચાઈ ધાટી રોડ પર અકસ્માત સર્જાયો.પેસેન્જર ભરેલો છકડો પલટી ખાતાં અકસ્માત સર્જાયો. છકડો માં સવાર પેસેન્જરોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીમડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.છકડા ચાલક છકડો ઘટના સ્થળે મૂકી ફરાર થયો. લીમડી પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.છકડા ચાલકે પોતાના કબ્જા ભોગવટાની બ્લુ કલરના છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા છકડા પરનો કાબુ ગુમાવતા છકડો પલટી ખાતાં પાછળ બેસેલ પેસેંજરોને શરીરે તથા માથાના ભાગે તથા કમ્મરના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી.ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે લીમડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.છકડા ચાલકે પોતાનો છકડો સ્થળ પર મૂકી ફરાર થતા લીમડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: