દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી એક પરણિતા તથા એક સગીરાનું લગ્નની લાલચે અપહરણ
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી એક ૨૨ વર્ષીય પરણિતા તથા એક ૧૭ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી બે યુવકો અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
અપહરણનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના સતીફળિયા ખાતે બનવા પામ્યો હતો જેમાં લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે રહેતા સુનીલભાઈ પુનાભાઈ ચૌહાણે ગત તા.૧૬.૧૧.૨૦૧૯ના રોજ લીમખેડા તાલુકામાં રહેતી એક ૨૨ વર્ષીય પરણિતાને પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પરણિતાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ દાહોદ તાલુકાના તરવાડીયા હિંમત ગામે બનવા પામ્યો હતો જેમાં મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકામાં કોડા ગામે રહેતો આશિષકુમાર બાબુભાઈ રાવલે દાહોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પટાવી ફોસલાવી ગત તા.અપહરણ કરી લઈ ગયો હતો.