નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે શ્રધ્ધાળુઓએ બોર ઉછાળ્યા
નરેશ ગનવાણી બ્યરોચિફ – નડિયાદ
નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે શ્રધ્ધાળુઓએ બોર ઉછાળ્યા
નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળકબોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે. તપના તેજથી તપેલી ભૂમિ એટલે સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીં પોષી પૂનમનું ઘણું મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ અને પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે રાજ્યાના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ આવે છે રાજ્યનાં અનેક શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળકની બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે. હજારો શ્રદ્ધાળુઓ આવતાં ટ્રાફિકજાનનાં દ્રશ્યો સેવાતીર્થ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો
થયો છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સંતરામ રોડ, પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.