પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.
નરેશ ગનવાણી બ્યરોચિફ – નડિયાદ
પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.કલેક્ટર ખેડા-નડીયાદ એ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ છે જે બાબતે જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ કરનાર નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આધારે ડી.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ ની સુચના આધારે એસ.ઓ.જી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.વાઢીયા અહેડકો ધર્મપાલસિહ, મુકેશભાઇ તથા હરજીભાઇ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધર્મપાલસિહ ને બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના શેત્રા ગામે રહેતા અશોકકુમાર ઉર્ફે રાહુલભાઇ સંજયભાઇ ચૌહાણ રહે.શેત્રા ખોડીયારવાસ ફળીયુ ખેડા નાઓની મહાકાળી કિરણા સ્ટોરમાં ચાઇનીઝ દોરીના પોતાના દુકાનમાં મુકેલ છે. જે બાતમી હકીકત આધારે પંચોના માણસો સાથે લઇ તપાસ કરતા સદર ઇસમ નામે અશોકકુમાર ઉર્ફે રાહુલભાઇ સંજયભાઇ ચૌહાણ ના દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકાના નંગ ૩૦ જેની કિ.રૂ.૯હજાર ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે. જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.વાઢીયા એ ઇસમ વિરૂધ્ધ કલમ ૧૮૮ મુજબ ફરીયાદ આપેલ છે.