ઝાલોદ તાલુકાની વરોડ પ્રા.શાળામાં દાતાર દ્વારા આર.ઓ ફિલ્ટર વોટર કૂલર દાન આપવામાં આવ્યું
રિપોટર પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાની વરોડ પ્રા.શાળામાં દાતાર દ્વારા આર.ઓ ફિલ્ટર વોટર કૂલર દાન આપવામાં આવ્યું એન.આર.આઇ ગણપત પટેલ અને તેમના પરિવાર દ્વારા દાન અપાયું
ઝાલોદ તાલુકાના વરોડ ગામના રહેવાશી ગણપત વલ્લભ પટેલ કેટલાય વર્ષોથી ભારત બહાર રહે છે. પણ જ્યારે પણ વતનમાં આવે તો વતનમાં પોતાના ગામ માટે કાંઈક કરવાની ઇચ્છા જરૂર તેમનામાં હોય. એન.આર.આઈ ગણપત પટેલ શરૂઆતમાં વરોડ પ્રા.શાળામાં અભ્યાસ કરેલ હતો તેથી તેમણે ત્યાં તપાસ કરતા શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શુદ્ધ પાણીનો અભાવ જોવા મળ્યો તેથી તેમણે પ્રા.શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે પીવાનું શુદ્ધ પાણી માટે આર.ઓ ફિલ્ટર વોટર કુલરનુ દાન ઉમદા હેતુ થી આપ્યું હતું. જેથી બાળકોમાં પાણી જન્ય રોગો ન થાય અને બાળકોનું ભાવિ ઉજળું બને. શાળા પરિવારના સહુ લોકો દ્વારા તેમના આ ઉમદા હેતુને વધાવી લેતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.